ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે આજે પત્રકાર પરિષદ : 03-12-2022

  • કોંગ્રેસ પ્રથમ તબક્કાના મતદાનમાં૬૫થી વધુ બેઠકો ઉપર જીત હાંસલ કરી રહી છે અને જનતા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન ઉત્સવ મનાવીને કોંગ્રેસના લક્ષ્ય 125 બેઠકોને સાર્થક કરી રહી છેઃ ડૉ. રઘુ શર્મા
  • કોંગ્રેસે ગુજરાતના તમામ જાતિ સમુદાયોના પ્રતિનિધિઓને મુખ્યમંત્રી બનાવ્યા છેઃ શ્રી પવન ખેરા
  • કોંગ્રેસ મુદ્દાઓની રાજનીતિ લઇને લોકોની વચ્ચે રહી,દ્વારકા ડેક્લેરેશન મુજબ કોંગ્રેસ તેના વચનો માટે પ્રતિબદ્ધ છેઃ શ્રી ભરતસિંહ સોલંકી
  • ભાજપનો સમગ્ર ઢાંચો તૂટી ગયો છે. બુટલેગરો અને ડ્રગ્સ માફિયા અને મળતિયા અધિકારીઓના જોરે

ભ્રષ્ટાચાર ચરમસીમાએ લઇ ગયા છે. કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતી સરકાર બનાવશેઃ શ્રી અર્જુન મોઢવાડીયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે આજે પત્રકાર પરિષદ યોજાઇ. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના સફળ પૂર્વ આરોગ્યમંત્રી ડો. શ્રી રઘુ શર્માજી, ભારતીય રાષ્ટ્રીય કોંગેસ મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી પવન ખેરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનસિંહ મોઢવાડિયા, એ પત્રકાર વાર્તાને સંબોધન કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_3-12-2022