ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રેસવાર્તા : 29-10-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પ્રેસવાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, કહેવાતી સંવેદનશીલ સરકાર ખેડૂતો માટે ખરેખર અસંવેદનસિલ સરકાર છે. ખેડૂતો વાવણી માટે લસણ ખરીદે ત્યારે ૭૦૦ રૂપિયા ભાવ અને વેચે ત્યારે ૧૫૦ રૂપિયા ભાવ. ખેત પેદાશના ભાવો પર કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળવો હોય તો ડબલ એન્જિન સરકારનો મતલબ શું ? ૯૨ તાલુકામાં ૧૨૦ ટકા થી ૨૯૧ ટકા વરસાદ નોંધાયો છે જે ત્યાં લિલો દુષ્કાળ શા માટે જાહેર કરવામાં ન આવ્યો ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

2-HR PRESSNOTE_29-10-2022