ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવક્તાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી : 27-04-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવક્તા અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને સાંસદ માન.શ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી બદરૂદ્દીન શેખ મહેનતુ અને સેવાભાવી હતા. તેમનુ જીવન અને મૃત્યુ સમાજ સેવા માટે ન્યોચ્છાવર થયુ છે. તેમના અનુભવો અને રાજ્યમાં નબળા વર્ગો માટે શું કરી શકાય તેની સમજ સાથે ચિંતા સેવનાર સ્વ. બદરૂદ્દીન શેખના નિધનથી કોંગ્રેસ પક્ષ અને ગુજરાતે એક સંવેદનશીલ અગ્રણી આગેવાન ગુમાવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note