ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ : 27-09-2019
પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રા ને આજરોજ ઐતિહાસિક નમક સત્યાગ્રહની ભૂમિ દાંડી થી પ્રસ્થાન કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીની ઐતિહાસીક મીઠા સત્યાગ્રહ સવિનય કાનુન ભંગની ભુમી દાંડીથી અંગ્રેજોની હકુમત સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે તે સમયે અંગ્રેજો સામે ‘અસમાનતા’, ‘શોષણ’, ‘અત્યાચાર’ સહિતના અનેક મુદ્દે. ‘જન આંદોલન’ કરી દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદ હિંદુસ્તાનની સ્થાપના કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ભારત અને રાજ્યના શાસકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરી ગોડસેની વિચારધારા થોપવાના પ્રયત્નો થઈ રહ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો