ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી, પૂર્વ સનદી અધિકારીશ્રી પી. કે. વાલેરાના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 27-07-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી, પૂર્વ સનદી અધિકારીશ્રી પી. કે. વાલેરાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી પી. કે. વાલેરા અભ્યાસુ અને મહેનતુ અગ્રણી હતા. ગુજરાત રાજ્યને વર્ષો સુધી સનદી સેવા આપનાર વિવિધ વિભાગોમાં સુંદર કામગીરી કરીને નિવૃત્તી બાદ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને અનેક પદ પર કામગીરી કહી હતી. સનદી સેવાના તેમના અનુભવો અને રાજ્યમાં નબળા વર્ગો માટે શું કરી શકાય તેની સમજ સાથે ચિંતા સેવનાર શ્રી પી. કે. વાલેરાના નિધનથી કોંગ્રેસ પક્ષ અને ગુજરાતે એક સંવેદનશીલ અગ્રણી વ્યક્તિ ગુમાવ્યા છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note