ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલ દ્વારા રાજકોટ ખાતે ધરણા કાર્યક્રમ : 29-06-2018

ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિને કારણે રાજ્યમાં ખેડૂતોની હાલત દિન-પ્રતિદિન ખરાબ થઈ રહી છે. મોંઘુ બિયારણ, મોંઘી વીજળી, ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળવા પરિણામે ખેડૂતોને વ્યાજના ચક્કરમાં અટવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યના ખેડૂતોના હક્ક અને અધિકારની વિવિધ માંગણીઓ અને ખેડૂત વિરોધી ભાજપા સરકારને ખેડૂતોના ન્યાય માટે જાગૃત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના ચેરમેન અને ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડિયાની આગેવાનીમાં ત્રિકોણ બાગ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ૨૧ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના આગેવાનો, ધારાસભ્યોએ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note