ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી મૌલિન વૈષ્ણવનું રાજીનામું નામંજૂર : 29-03-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી અમિતભાઈ ચાવડાની નિમણૂંક બાદ તેઓ પ્રદેશ હોદ્દેદારોની નિમણૂંક પર નવા યુવાનોને તક આપી શકે તે હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી મૌલિન વૈષ્ણવનું રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા-જવાબદારીની વહેંચણી-નવા પ્રદેશ પદાધિકારીઓ જાહેર ન થાય ત્યાં સુધી શ્રી મૌલિન વૈષ્ણવને કોંગ્રેસ પક્ષ દ્વારા સોંપાયેલ જવાબદારી-કામગીરી યથાવત રહેશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note