ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આંકલાવના યુવાન ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડાની નિમણૂંક : 27-03-2018
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આંકલાવના યુવાન ધારાસભ્યશ્રી અમિતભાઈ ચાવડાની નિમણૂંક કરેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા બોરસદ વિધાનસભા, ત્યારબાદ આંકલાવ વિધાનસભા ક્ષેત્રમાંથી સતત ચૂંટાઈ રહ્યાં છે. પ્રજાકીય પ્રશ્નોની ઉંડી સમજ ધરાવતા અને સંગઠનમાં આગવી કુનેહ ધરાવતા શ્રી અમિતભાઈ ચાવડા શૈક્ષણિક, સામાજિક અને સહકારી સંસ્થાઓમાં સક્રિય યોગદાન આપી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની નિમણૂંકથી સમગ્ર ગુજરાત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા, આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો