ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ‘નવસર્જન ગુજરાત’ : 23-07-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ‘નવસર્જન ગુજરાત’ વડોદરા વિચાર તા. 25/7/2015 શનિવારે સવારે 10-00 કલાકે અરણ્યા ફાર્મ, સેવાસી-ગોત્રી રોડ, વડોદરા ખાતે યોજાશે. પ્રથમ વખત યોજાઈ રહેલી વિસ્તૃત કારોબારી અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘નવસર્જન ગુજરાત’ વિસ્તૃત કારોબારી સવારે 10-00 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે ધ્વજવંદનથી પ્રારંભ થશે. કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીની પ્રથમ બેઠકમાં કારોબારીના સભ્યો સાથે જિલ્લા-શહેર ના પ્રમુખશ્રીઓ, પ્રદેશ ડેલીગેટ, એ.આઈ.સી.સી.ના ડેલીગેટ, પ્રદેશ પદાધિકારીઓ તેમજ વિવિધ સેલના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note