ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “જન આક્રોશ રેલી” : 22-08-2016

દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, પાટીદારો પર દમન, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ દુઃખી, ખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે રોષ” ભાજપની પ્રજા વિરોધી સરકાર સામે “જન આક્રોશ” ને વાચા આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૨૩/૮/૨૦૧૬ ને મંગળવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે, સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે “જન આક્રોશ રેલી”  નું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિત ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને જુદા-જુદા સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતી સામે આક્રોશ વ્યક્ત કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note