ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત બેઠક

કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-ઉપપ્રમુખશ્રીઓ, કારોબારીના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયત-મહાનગરપાલિકાના નેતાશ્રીઓ અને નવનિયુક્ત જિલ્લા નિરીક્ષકશ્રીઓની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જવાબદાર કાર્યકર તરીકે આપણો એક જ નિર્ધાર ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણી જીતવાનો હોવો જોઈએ. આ માટે આપણે સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મુકવો પડશે. આગામી એક મહિનામાં જે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નિમણૂંક પ્રક્રિયા બાકી હશે ત્યાં રચના પૂર્ણ કરવામાં આવે. જેમાં યુવાનો અને મહિલાઓને વધુને વધુ પ્રધાન્ય આપવાનું રહેશે. કોંગ્રેસ પક્ષનો ઈતિહાસ ૧૩૦ વર્ષ જૂનો છે ત્યારે આપણાં ભવ્ય વારસાને આજની સમક્ષ ઉજાગર કરવો જરૂરી છે.