ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ : 04-08-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલ તા.૫/૦૮/૨૦૧૫, બુધવારથી વિવિધ પાંચ તબક્કામાં ૩૫ દિવસ માટે સઘન તાલિમનો કાર્યક્રમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી નવસર્જન તાલિમ કાર્યક્રમનો શુભારંભ કરશે અને તાલિમના અંતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા માર્ગદર્શન આપશે. નવસર્જન તાલિમ કાર્યક્રમ અંતર્ગત તા.૦૫/૦૮/૨૦૧૫ ના રોજ વક્તા-પ્રવક્તા અને મહિલા પ્રવક્તા સહીત કુલ ૪૦૦ કાર્યકર-આગેવાનોને તાલિમ આપવામાં આવશે. જે સવારે ૧૦-૦૦ વાગ્યાથી શરુ થશે અને સાંજે ૫-૦૦ વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે. દરેક જીલ્લામાંથી પ્રવક્તા તરીકેની કામગીરી સંભાળતા કાર્યકર-આગેવાનોને પસંદ કરવામાં આવ્યા છે તે જ રીતે દરેક જીલ્લામાંથી વક્તા અને મહિલા આગેવાનોને આ તાલિમ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. તાલિમની કામગીરી જવાહરલાલ નેહરૂ લીડરશીપ ઈન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવશે. જેમાં વિવિધ વિષય નિષ્ણાતો તાલિમ આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note