ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે… : 10-09-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે લોકો અને વિશેષતઃ ગુજરાતના યુવાનો વચ્ચે નહી જઈ શકનાર ભારતીય જનતા પાર્ટી એ હવાઈ યુવા સંવાદ કાર્યક્રમ યોજી જમીન પરની પકડ છુટી ગઈ હોવાની પ્રતીતિ કરાવી. જેમ કોઈ પણ શુભ કાર્ય ની શરૂઆત ” ગણેશ વંદના ” થી થાય છે તેમ મોદીજી કે અમિતભાઈ શાહના ભાષણની શરૂઆત ” રાહુલ વંદના ” થી જ થાય છે તે ધારણા મુજબ અપેક્ષિત જ હતું. શ્રી અમિતભાઈ શાહે કહ્યું કે જે સાબરમતી રીવરફ્રન્ટ ભાજપે બનાવ્યો છે ત્યારે ત્યાંથી ભાજપને સવાલ કરવાનો રાહુલજી ને હક્ક નથી. જો અમિત ભાઈ શાહ ના આ તર્કને માની લઈએ તો વડાપ્રધાન બન્યા બાદ શ્રી મોદીજી પ્રથમ ૧૦૦ દિવસમાં જ યુપીએના કરેલા કામોં જમ્મુ કટરા ટ્રેઈન, હિમાલયમાં સૌથી લાંબી ટલન, અવકાશમાં મંગળયાન, આઈ.એન.એસ. વિક્રાંત, એફ.ડી.આઈ, આધાર કાર્ડ , જીએસટી, મનરેગા જેવી અસંખ્ય અજાયબીઓ જેવી યોજનાઓના ના ઉદ્ધાટન કરતાં કરતાં મોદીજીને કોંગ્રેસે ૬૦ વર્ષમાં શું કર્યું તે પુછવાનો અધિકાર કેવી રીતે મળે ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો