ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહા જન સંપર્ક અભિયાનનો પ્રારંભ. : 17-01-2021
- તા. ૧૮ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમ્યાન સમગ્ર ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઈઝ, જીલ્લામાં જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઈઝ તથા ૮૧ નગરપાલિકામાં વોર્ડ વાઈઝ પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રૂબરૂ જઈને જનતાના પ્રશ્નોને વાચા આપશે.
એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ, સહિત ધારાસભ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ મહાનગરોના ૧૪૩ વોર્ડ, સમગ્ર ગુજરાતના ૧૦૯૬ જીલ્લા પંચાયત સીટ, ૫૨૭૪ તાલુકા પંચાયત સીટ અને ૮૧ નગરપાલિકાઓમાં મહા જન સંપર્ક અભિયાન અંતર્ગત રૂબરૂ જઈને પ્રજાને મળીને તેમના પ્રશ્નોની ચર્ચા કરશે તથા તેને આવનારી ચૂંટણીમાં જનતાના મેનીફેસ્ટોમાં સમાવી વાચા આપશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો