ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.ડીપાર્ટમેન્ટના પદાધિકારીઓના નામોને મંજુરી : 06-03-2019
અખિલ ભારતીય કોંગ્રેસના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી તામ્રધ્વજ સાહુજી અને રાષ્ટ્રીય કોઓર્ડીનેટરશ્રી જગદીશ શૈનીજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.ડીપાર્ટમેન્ટના પદાધિકારીઓના નામોને મંજુરી આપી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રી ઘનશ્યામ ગઢવીએ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત પદાધિકારીઓની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ૧૩ ઉપાધ્યક્ષ, ૨૩ મહામંત્રી અને ૨૪ મંત્રીઓનો નવનિયુક્ત માળખામાં સમાવેશ કરેલ છે. સામાજીક, રાજકીય અને ભૌગોલિક કાર્યક્ષેત્રને ધ્યાનમાં લઈ તમામનો સમાવેશ કરવાનો પ્રયત્ન થયેલ છે. નવનિયુક્ત પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના સંગઠનમાં સુંદર કામગીરી કરે તેવી શુભકામના.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો