ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મર… : 12-10-2015
ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે અનાજ અને કઠોળ સહીત રોજીંદી ખાદ્ય ચીજવસ્તુઓના કુદકે ને ભૂસકે નિરંકુશપણે વધતા જતા ભાવો પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદાસીનતા અંગે સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, છેલ્લા એક મહિનામાં વિવિધ ભાવો ઉપરથી જાણે કે સરકારે અંકુશ ગુમાવી દીધો હોય તેમ વિવિધ દાળોના ભાવ પ્રતિદિન સતત વધતા ને વધતા જ જઈ રહ્યા છે. કોણ જાણે ભાવો ક્યાં જઈને અટકશે તે કોઈ કહી શકે તેમ નથી. સામાન્ય રીતે અત્યારના સમયે દાળોના ભાવ ઘટતા હોય છે તેને બદલે વિદેશોના પ્રવાસોમાં અટવાયેલી સુટ-બુટની ફેંકુ સરકારની અણઆવડત અને બેજવાબદારીભરી રીતિ-નીતિને પરિણામે વિવિધ દાળોના ભાવ ઘટવાને બદલે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ન પોષાય તેટલી હદે વધ્યા છે. જેને પરિણામે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાના રોજીંદા ખોરાકમાંથી દાળ ખાવાની છોડે દે (Avoid કરે) તેવી સ્થિતિ દાળના અસહ્ય ભાવ વધારાથી ઉભી થઇ છે. એવી જ રીતે છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવો પણ ખાસ્સા વધ્યા છે અને હજુ આજે પણ ડુંગળીના ભાવો વધેલા જ છે. જેને કાબુમાં લાવવા સરકાર તરફથી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા હોય તેમ જણાતું નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો