ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસ (GPUWC) ની મીટીંગ : 09-04-2018
- રાજ્યના અસંગઠિત મજદૂરોના અધિકારો માટે કોંગ્રેસ આંદોલન કરશે
ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસ (GPUWC) ની મીટીંગ રાજીવ ગાંધી ભવન ખાતે મળી ગયેલ. ગુજરાત કારોબારીની મીટીંગને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લાખો શ્રમિકોના પ્રાણપ્રશ્નો અંગે કોંગ્રેસ તાલુકા, જીલ્લા સ્તરથી રાજ્ય આંદોલન કરશે અને તેઓની માંગણીઓને ટેકો આપશે. રાજ્યભરમાંથી આવેલ વિવિધ ક્ષેત્રો, ખેત મજદૂર, બાંધકામ કામદાર, ઓટોરીક્ષા, રત્ન કલાકાર, લારી-પાથરણા, ડોમેસ્ટિક કામદાર, મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંગઠન વગેરેના ૫૫૦ જેટલા પ્રતિનિધિઓને ખાત્રી આપી હતી કે, પ્રદેશ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસને દરેક પ્રકારની સહાય કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો