ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસની ઉદઘાટન સભા રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે મળી : 27-02-2018
ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતાં અસંગઠિત શ્રમિકોની સંખ્યા વધી રહી છે. સાથોસાથ તેઓની રોજી અને સલામતીના પ્રશ્નો પણ ગંભીર થતાં જાય છે. અસંગઠિત શ્રમિકોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજુરો અને શહેરી વિસ્તારોમાં સ્વરોજગારોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. ખાનગીકરણની આંધળી દોટ, વધતી જતી કોન્ટ્રાક્ટ લેબર પધ્ધતિ, આઉટસોર્સિંગથી કામ લેવું, સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતોની સરેઆમ ઉપેક્ષા, ફિક્સ પગાર પદ્ધતિ, લઘુતમ પગાર ધારા અને અન્ય કામદાર કાયદાઓના અમલમાં તંત્રની નિષ્ફળતા વગેરે પરીબળોના કારણે અસંગઠિત શ્રમિકોની સંખ્યામાં સતત વધારો થયો છે. અને શોષણમાં પણ વધારો થયો છે. અસંગઠિત શ્રમિકો અમાનવીય પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે અને તેઓ અને તેમનાં બાળકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે. બાંધકામ ના કામદારો, ઓટોરીક્ષા, પેડલરીક્ષા, હાથલારી, રત્ન કલાકારો, ખાનગી સિક્યુરીટી, લારી-પાથરણાં, બીડી કામદારો, હાઉસ કીપિંગના મજુરો વગેરે સરકારની કામદાર વિરોધી નીતિઓના શિકાર થઈ રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો