ગુજરાત પક્ષાંતર ધારાની કલમ ૩(૧) મુજબ માણસા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ૧૦ સભ્યોને ગેરલાયક : 11-01-2018
વિધાનસભાની ચૂંટણી સમયે માણસા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ ૧૮ સભ્યો પૈકી ૧૦ સભ્યોએ બળવો કરીને પક્ષ પલટો કર્યો હતો. આ પક્ષ પલટો કરનાર ૧૦ સભ્યો કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર ચૂંટણી લડી ચૂંટણી જીત્યા હતા. આ અંગે કાનૂની અભિપ્રાય બાદ ગુજરાત પક્ષાંતર ધારાની કલમ ૩(૧) મુજબ માણસા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષના શ્રી બકુલાબેન વાસુદેવ પટેલે ડેજીગ્નેટેડ ઓથોરીટી સમક્ષ દાદ માંગી હતી. આ અંગે ડેજીગ્નેટેડ ઓથોરીટી સમક્ષ અરજકર્તાના વકીલ શ્રી ચિંતન પંકજ ચાંપાનેરીએ ધારદાર દલીલો કરી હતી. તમામ દસ્તાવેજો અને દલીલોને ધ્યાનમાં રાખી ગુજરાત પક્ષાંતર ધારા કલમ ૩(૧) હેઠળ તમામ ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવવાનો ડેજીગ્નેટેડ ઓથોરીટીએ તા. ૮/૧/૨૦૧૮ ના રોજ હુકમ કરેલ જેની સત્તાવાર નકલ આજ રોજ મળેલ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો