ગુજરાત ચૂંટણી આયોગ યોગ્ય રીતે ફરજ બજાવવામાં મહદઅંશે નિષ્ફળ : 25-12-2015

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત, 56 નગરપાલિકામાં પારદર્શક મુક્ત ન્યાયિક ચૂંટણી યોજવાની સંવૈધાનિક જવાબદારી ગુજરાત ચૂંટણી આયોગની છે. કમનસીબે ગુજરાત ચૂંટણી આયોગ યોગ્ય રીતે ફરજ બજાવવામાં મહદઅંશે નિષ્ફળ રહ્યું છે અને ગેરબંધારણીય રીતે ભાજપ સરકારનું વાંજીત્ર બની ગયું હોય તે રીતે કામગીરી કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આયોગની કામગીરી અસંવૈધાનિક, ગેરબંધારણીય પધ્ધતિના વિરોધના ભાગરૂપે મતદાર યાદી સુધારણાં માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બોલાવેલી બેઠકમાં કોંગ્રેસ પક્ષના પ્રતિનિધીઓએ ઉપસ્થિત રહેવાનું ટાળવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષની વિનંતી છે કે, ચૂંટણી આયોગ તેની બંધારણીય ફરજોનું પાલન કરે. કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના મૂળભૂત અધિકાર – મતાધિકાર માટે સક્રિય ભાગીદારીથી જાગૃતિ કાર્યક્રમ આપશે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

image