ગુજરાત ક્રાઇમમાં રોલમોડલ : 15-05-2016
- ખૂન, લૂંટ, ચોરી, ચીલઝડપ એ ગતિશીલ ગુજરાતની નવી ઓળખ, પોલીસ તંત્ર સરકારી ઉજવણીમાં મસ્ત
- ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમમાં રાજ્ય રોલ મોડલ, આત્મહત્યાનું વધતું પ્રમાણ ગંભીર છે, ‘જંગલરાજ સરકાર’ ચાર્જમાં ચાલી રહી છે: કોંગ્રેસના પ્રહારો
ગુજરાતમાં ખૂન, લૂંટ, ચીલઝડપ, ધરફોડ ચોરી, મારામારી અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમમાં વધારો થયો છે ત્યારે રાજ્યની ભાજપ સરકારના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ સરકારની બે વર્ષની ઉજવણીમાં મસ્ત છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસના મહામંત્રી નિશીત વ્યાસે કહ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશના ક્રાઇમમાં રોલમોડલ તરીકે ઉભરી રહ્યું છે અને આ મોડલ દેશના અન્ય રાજ્યોને પણ પાછળ રાખી દે તેવું છે. ગતિશીલ ગુજરાતમાં જંગલરાજનો ઉદય થયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો