ગુજરાત કોંગ્રેસ MGNREGA ના ૧૦ વર્ષની ઉજવણી કરશે
MGNREGA ની ૧૦ વર્ષની ઐતિહાસિક સફળતાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી નગરગૃહ, જ્યુબીલી બાગ, વડોદરા ખાતે બપોરે ૨-૦૦ કલાકે સંમેલન યોજશે. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને મનરેગા યોજનામાં કાર્યરત વિવિધ સંગઠનો અને મનરેગાના લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહેશે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) સમગ્ર દેશમાં અમલ થયાને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે અનુસંધાને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં મનરેગાને કારણે સામાજીક જીવનમાં બદલાવ, આર્થિક ઉન્નતી, ગ્રામ્યથી શહેર તરફનું સ્થળાંતર અટકવું સહિતના અનેક પ્રગતિના પગલાં કરોડો નાગરિકોના જીવનમાં દેખાઈ રહ્યા છે.
યુ.પી.એ. ચેર પર્સન સોનિયા ગાંધીના માર્ગદર્શનથી તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહની દીર્ઘદ્રષ્ટિથી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગ્રામ્ય વિસ્તારની પ્રગતિ, દરેક હાથમાં રોજગારની પ્રતિબધ્ધતાથી વિશ્વની સૌથી મોટી રોજગાર આપતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ દિવસની રોજગારી નિશ્વિત કરવામાં આવી હતી. કરોડો પરિવારના જીવનમાં આર્થિક અને સામાજીક ક્ષેત્રે ઉન્નતી થઈ છે.
http://www.vishvagujarat.com/gujarat-congress-celebrate-10-years-of-manrega/