ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારનું વર્ચ્યુઅલ જનઆક્રોશ રેલી સાથે રણશિંગુ ફુંકવામાં આવ્યું : રાજીવ સાતવ : 09-10-2020

  • દુનિયામાં કોરોના વાયરસની વેક્સિન શોધાય કે ના શોધાય, ભારતમાં ખેડૂતોએ ભાજપને કાઢવાની વેક્સિન જરૂરથી શોધી લીધી છે : અમીત ચાવડા
  • ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારનું વર્ચ્યુઅલ જનઆક્રોશ રેલી સાથે રણશિંગુ ફુંકવામાં આવ્યું : રાજીવ સાતવ
  • ગુજરાતના યુવાનોની એક જ વાત, વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્રની ફી માફ કરો કાં’તો આવનારી ચૂંટણીમાં ભાજપને સાફ કરો : પરેશ ધાનાણી.

ખેડૂત વિરોધી કાળા કાયદા, મોંઘવારી, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, યુવાનોમાં બેરોજગારી સહિત ભાજપ સરકારની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા આજરોજ ‘ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલી’ યોજવામાં આવી. જેમાં ગુજરાતના જીલ્લા – તાલુકા – શહેર મથકોએ એલ.ઈ.ડી. સ્ક્રીન ગોઠવી મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને સામાન્ય જનતા જોડાઈ હતી, આ ઉપરાંત સોશ્યલ મીડીયાના વિવિધ માધ્યમોથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, રાજ્યના કુલ ૧૦ લાખ કરતા પણ વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note