ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતિ નાગરિકો માટે…. : 16-01-2022
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતિ નાગરિકો માટે અપમાન જનક શબ્દ માટે તાત્કાલીક પગલા ભરવા અને ભાજપ સરકાર માફી માંગે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીની માંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન – ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ‘‘ઈસમો’’ તરીકે અપમાન જનક શબ્દનો ઉલ્લેખ છે જે આદિવાસી સમાજનું હળહળતું અપમાન કરનાર ભાજપા શાસકનું વધુ એક કૃત્ય છે અને નાગરિકની ઓળખ ઉપર પણ હુમલો છે. આદિજાતિના નાગરિકોને સન્માન ન આપીને આદિવાસી સમાજની સંસ્કૃતિ – ઓળખ ને નાશ કરવાનું ભાજપ સરકારનું સુનિયોજીત કાવતરું વધુ એકવાર ખુલ્લુ પડ્યુ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો