ગુજરાતી માધ્ય મના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ન લેવાના કારણે : 30-07-2017

ગુજરાતી માધ્‍યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ન લેવાના કારણે મેડીકલમાં પ્રવેશ માટેની કારકીર્દી પર પાણી ફરે રહે તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. જે રીતે નીટ-૨૦૧૭માં પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાં સૌથી વધુ ૪૭,૫૮૩ ગુજરાતી માધ્‍યમના વિદ્યાર્થીઓ હતા. જેમને અલગ-અલગ પેપર કાઢીને સીબીએસઈ-ભારત સરકારે ભેદભાવ અને અન્‍યાય કર્યો છે ત્‍યારે ગુજરાતી માધ્‍યમના વિદ્યાર્થીઓ અન્‍યાયનો ભોગ ન બને તે માટે છેલ્‍લાં ૩ મહિના કરતાં વધુ સમયથી વિદ્યાર્થીઓ, વાલીઓ સતત રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારને રજુઆત કરી રહ્યા છે. કેન્‍દ્રીય મંત્રીશ્રીએ ૨૦-૦૭-૨૦૧૭ના રોજ સ્‍પષ્‍ટ સ્‍વીકાર કર્યો હતો કે ગુજરાતી માધ્‍યમના વિદ્યાર્થીઓના અલગ પ્રશ્‍નપત્રના કારણે ભારે નુકશાન થયું છે તેનો તાત્‍કાલિક ઉકેલ આવવાની જાહેરાત કરનાર ભાજપ સરકારે ગુજરાતી માધ્‍યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે ખીલવાડ-છેતરપીંડી કર્યા હોવાનો સ્‍પષ્‍ટ આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note