ગુજરાતમાં 108 કરતા વધું સીટો આવશે: શંકરસિંહ વાધેલા
મજૂર દિવસ ગુજરાતના 57 વર્ષ પૂરા, 60થી 97 સુધી અને 97થી આજ સુધી .. ગુજરાતને શું જોઈએ .. સરદાર ડેમનું વડાપ્રધાન નહેરુના હાથે ખાતમુહુર્ત હોય.. જીએસએફસી ખાતરના કારખાના હોય ડેરીનું આયોજન હોય, પાણી માટે ડેમ બનાવવાના હોય , હાઈસ્કૂલ – દવાખાના એ પ્રજાને જરૂરિયાત વાળા આયોજન એ 97 સુધી અને આજે માત્ર વાહ્યાત વાતો.. આ બે ભાગમાં દેખાતું ગુજરાત એને આપણે સમજવું પડશે. અમારા માટે આ ગિરિકંદરામાં વસતા તમે માણસ છો. તમારે શિક્ષણ, દવા જોઈએ. તેને આ લોકો માણસ ગણતા નથી.
ભાજપ આ સમજવા તૈયાર નથી. ઉમરગામ સુધી આ પાંચમા ભાગની તાકાત છે તેને આ માણસ ગણતા નથી. આજે રાહુલ ગાંધીએ દેવ મોગરા માતાજીના આશીર્વાદ લઈ આ સભાનું સમાપન કર્યું છે. અંબાજીથી અમારી યાત્રા શરૂ થઈ હતી અને દેવમોગરામાં માતાજીના દર્શન કરીને સમાપન કર્યું છે.
http://sandesh.com/congress-will-get-more-then-108-seats-in-gujarat-says-shankarsinh-vaghela/