ગુજરાતમાં ૨૦ થી વધુ જીલ્લા પંચાયત અને ૧૪૩ થી વધુ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષને ભવ્ય જન સમર્થન : 30-08-2018

ગુજરાતમાં ૨૦ થી વધુ જીલ્લા પંચાયત અને ૧૪૩ થી વધુ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષને ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદના લીધે બેબાકળી બની ગયેલ ભાજપા યેન કેન પ્રકારે કોંગ્રેસ પક્ષ શાસિત જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત કાવાદાવા-કાવત્રા કરીને તોડવા માંગે છે ત્યારે, કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતના તોડવાના કાવત્રા ભ્રષ્ટ ભાજપની સત્તા હડપવાની નીતિ પર આકરાં પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારની ખેડૂત વિરોધી, જન વિરોધી નીતિઓના કારણે ગુજરાતની જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતોમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. અને ગુજરાતની જનતાએ કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર મહોર મારીને ભવ્ય વિજય આપ્યો છે ત્યારે, લોકતંત્રમાં પ્રજાના આશીર્વાદ-જન સમર્થન મેળવવામાં નિષ્ફળ ભાજપા પોલીસતંત્ર-વહીવટતંત્રના જોરે કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત –તાલુકા પંચાયત તોડવા માટે ગેરબંધારણીય કામગીરી કરી રહ્યા છે. જેમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ભાગીદાર બની રહ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note