ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીઓમાં કોંગ્રેસના વિજયની : 13-10-2016
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીઓમાં કોંગ્રેસના વિજયની સાથે સાથે ૫૦% અનામતના કારણે કોંગ્રેસની મહિલાઓ મોટી સંખ્યામાં વિજયી બનીને સત્તાના સુત્રો સંભાળ્યા અને જીલ્લા પંચાયત/તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ કમિટીઓના ચેરપર્સન સહીત હોદ્દોઓ ઉપર કાર્યરત છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસમાં નવું જોમ આવ્યું છે, સંગઠનમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થઇ રહી છે. ગુજરાતની પ્રજાની સમસ્યાઓ ખાસ કરીને મોંઘવારી, શિક્ષણ અને નોકરીમાં યોગ્ય તકને અભાવે બેકારી, મહિલાઓની અસલામતી, દારૂબંધીની નબળી અમલવારી વગેરે સામે મહિલા કોંગ્રેસ નિયમિત રીતે મુદ્દાઓ ઉઠાવીને લડત આપે છે. આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચૂટણીમાં ભાજપને જડમૂળથી ઉખાડીને કોંગ્રેસને સત્તાસ્થાને બેસાડવાનો મહિલા કોંગ્રેસનો નિર્ધાર છે. ત્યારે મહિલાઓની શક્તિ એકત્રિત કરીને કમર કસવાનો સમય આવી ગયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો