ગુજરાતમાં સ્ત્રીઓ ઉપરની ઉતરોત્તર વધી રહેલ બળાત્કારની ઘટનાઓ રોકવા બાબત.. : 17-09-2016
ગુજરાતની રાજધાની ગાંધીનગરની એપોલો હોસ્પીટલમાં પાકિસ્તાની ડોક્ટર દ્વારા ૨૧ વર્ષીય ડેન્ગ્યું પીડિત યુવતી પર બળાત્કાર ગુજારતા અને આ અમાનુષી કૃત્યને અમો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ સખ્ય શબ્દોમાં વખોડી કાઢીએ છેએ. આ પછી તપન હોસ્પિટલમાં પણ આવી જ ઘટના ઘટી હતી. ગુજરાતમાં દર ૩૫ કલાકે એક સ્ત્રી સાથે દુષ્કર્મ થાય છે. અમદાવાદમાં ૩૧, સુરતમાં ૨૦, બનાસકાંઠામાં ૧૭, રાજકોટમાં ૧૫, કચ્છમાં ૧૪, મહેસાણામાં ૧૨ કલાકે દુષ્કર્મ થાય છે. ૨૦૧૪-૧૫ના વર્ષમાં દુષ્કર્મના કુલ ૨૨૨ કેસ નોંધાયા હતા. જેની સામે હાલ ૨૪૮ કેમ નોંધાયા છે. સેક્સ્યુલ હેરેસમેન્ટના આઈપીસી ૫૦૯ અંતર્ગત નોંધાતા ગુનામાં ૭૮ ટકાનો ઉછાળો આવેલ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મહિલા ઉપરની બળાત્કારની તેમજ સ્ત્રી અત્યાચાર તથા જાતીય સતામણીના બનાવો વધી રહેલ છે ત્યારે ખાસ કરીને સ્ત્રી આલમમાં રોષની લાગણી જન્મે તે સ્વભાવિક બાબત છે. આમ, જયારે આ દુષણ ગુજરાતમાં પણ કોઈપણ પ્રકારના ભય કે ડર વગર ફેલાયેલ હોય અને રોજબરોજની આવી ઘટનાઓ બની રહેલ હોય જેનો અમો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરીએ છીએ અને આવા બનાવોને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.આમ, ગુજરાત રાજ્યમાં ઉતરોતર વધી રહેલ આવા ગંભીર પ્રકારના ગુન્હાઓ રોકવા અમો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિની ખાસ લાગણી અને માંગણી આવેદનપત્ર સાથે ગુજરાતના દરેક જીલ્લાના મથકે રજુ કરવામાં આવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો