ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો. : 23-12-2022
- ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.
- સાઈબર ગુન્હાઓમાં ગુજરાત૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે.
ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશીયલ મીડિયા, સેક્સક્યુઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો