ગુજરાતમાં સરકારી નોકરીમાં વ્યાપક કૌભાંડ – સમગ્ર ભરતી કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષણ મંત્રીનું રાજીનામું આપે : 30-06-2016

ગુજરાતમાં ભાજપ સરકારના ૨૦૦૧ થી ભરતી કૌભાંડના પોપડાઓ એક પછી એક ખુલી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં સરકારી ભરતી માટે “રૂપિયા” એક માત્ર લાયકાત હોય તે રીતે ગોઠવણો કરીને કરોડો રૂપિયા ગુજરાતના યુવાનો પાસેથી ઉઘરાવવામાં આવ્યા. જે રીતે મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડ તે જ રીતે ગુજરાતમાં સરકારી નોકરીમાં વ્યાપક કૌભાંડ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા સ્કેન્ડલ “બી” ના વિરોધમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટા પાયે વિરોધ પ્રદર્શન દરમ્યાન જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં મોટા પાયે ગેરરીતી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે સ્કેન્ડલ “બી” ની તપાસ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવાની માંગણી કરી હતી સાથો સાથ સમગ્ર ભરતી કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષણ મંત્રીનું રાજીનામું આપે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note