ગુજરાતમાં યુથ કોંગ્રેસની સભ્‍ય નોંધણી ઝુંબેશ શરૂ

૨૫ લાખ યુવા સભ્‍યો નોંધવાનો લક્ષ્યાંક છે :ચોથી મે સુધી સભ્‍ય નોંધણી ઝુંબેશ ચાલશે : ૨૮ દિવસ સુધી કાર્યક્રમ : ઓનલાઈન-ઓફલાઈન બંને રીતે નોંધણી

અમદાવાદ,તા. ૭ :ગુજરાતમાં યુથ કોંગ્રેસની સભ્‍ય નોંધણી ઝુંબેશ શરૂ થઇ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી ૨૫ લાખ યુવા સભ્‍યો નોંધવાની યોજના ધરાવે છે. ચોથી મે સુધી સભ્‍ય નોંધણી ઝુંબેશ ચાલશે જેમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે નોંધણી કરાશે.

ઓલ ઈન્‍ડીયા યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયાના કમિશ્‍નર સમુતિ ખન્નાા, ગુજરાતના ચૂંટણી અધિકારી અમિત શર્મા અને ઓલ ઈન્‍ડિયા યુથ કોંગ્રેસના મહામંત્રી ગુજરાતના પ્રભારી વિદિત ચૌધરીએ સંયુક્‍ત પત્રકાર પરિષદમાં યુથ કોંગ્રેસની સભ્‍ય નોંધણી ઝુંબેશ જાહેર કરતા જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસમાં ચૂંટણી પ્રક્રિયા દાખલ કરીને આંતરિક લોકશાહીને મજબુત કરી છે. પક્ષમાં તમામ યુવાનો માટે રાજનીતિના દરવાજા ખુલ્લાં કરીને કોંગ્રેસ પક્ષ અને દેશની લોકશાહીને મજબુતી આપી છે. ત્‍યારે ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા સભ્‍ય નોંધણી ઝુંબેશ તા. ૭મી એપ્રિલથી શરૂ થઈ તા. ૪થી મે, સુધી ૨૮ દિવસ માટે કાર્યવાહી ચાલશે.

 

http://www.akilanews.com/07042016/gujarat-news/1460045756-44625