ગુજરાતમાં ભાજપ સરકારના ‘હવાઇ કિલ્લા’ ઘરાશયી બની ચૂક્યાં છે, 15 વર્ષમાં 15 જૂઠ : 10-04-2016
• ગુજરાતમાં ભાજપ સરકારના ‘હવાઇ કિલ્લા’ ઘરાશયી બની ચૂક્યાં છે, 15 વર્ષમાં 15 જૂઠ
• વચનેશુ કિંમ દરિદ્રતા- છ કરોડની જનતાનું રાજ્ય દિવ્ય કે ભવ્ય ન બની શક્યું પણ ભ્રષ્ટાચારનો અખાડો જરૂર બન્યું છે, એજન્ટો સરકાર ચલાવે છે
ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા 15 વર્ષમાં એવા 15 વાયદા બતાવ્યા છે કે જે આ સરકાર પૂરા કરી શકે તેમ નથી. સરકારે ભ્રષ્ટાચાર આચરવાના રસ્તા ખોલી દીધા પણ યોજનાઓના બાંધેલા હવાઇ કિલ્લા આજે ધરાશયી થઇ રહ્યાં હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવું છે તેવા દિવાસ્વપ્ન બતાવી નરેન્દ્ર મોદી નવી દિલ્હી જતા રહ્યા પરંતુ ગુજરાતમાં “એક મહલ હો સપનો કા…” એવી હાલત કરતા ગયા છે. ગુજરાતી યુવાનો નોકરી વિના રઝળે છે. ગરીબ જનતાને ઘર વિનાની બનાવી દીધી છે અને મધ્યમવર્ગને હથેળીમાં ચાંદ બતાવી લૂંટી લીધો છે. આજે ગુજરાતમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રાત્રે સુઇને સવારે ઉઠે છે ત્યારે સરેરાશ 500 રૂપિયાનો ટેક્સ સરકારમાં ભરે છે. આ ટેક્સની રકમમાં સરકાર જે લૂંટ ચલાવે છે તેવા બઘાં ટેક્સ, સેસ, એડિશનલ વેરા, સર્વિસ ટેક્સ, ઇન્કમટેક્સ અને સંખ્યાબંધ કર-વેરા નો સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે એજન્ટો સરકાર ચલાવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note