ગુજરાતમાં ભયનું સ્થાપન કરનારી છે ભાજપ સરકાર : પરેશ ધાનાણી
વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એક બાજુ ગુજરાત ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે. તો 21 સદીમાં પણ પાણી માટે ટેન્કર રાજની સ્થિતિ માટે સરકાર જવાબદાર છે. નર્મદા ડેમમાં 3 ગણું પાણી છતાં ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા છે. સરકાર નલિયાની નિર્ભયાને ન્યાય આપવવા વારંવાર રજૂઆત પછી પણ કઈં કર્યુ નથી. તો ગરીબ વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં શિક્ષણ દોહ્યલું બન્યું છે. રાજગારી આપવામાં પણ સરકાર ઉઘાડી પડી ગઈ છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે લોકોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર સરિયામ નિષ્ફળ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં ભયનું સ્થાપન કરનારી આ સરકાર છે. કોંગ્રેસે સક્ષમ વિપક્ષ તરીકે કામ કર્યું છે. લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ગરીબોને સસ્તુ અનાજ મળતું નથી તે પગ કરી જાય છે.