ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભાજપના મળતીયાઓએ વ્યાપક ભષ્ટાચાર : 01-02-2018

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભાજપના મળતીયાઓએ વ્યાપક ભષ્ટાચાર કરીને ભષ્ટાચારના પાપને છુપાવવા મગફળીના ગોડાઉનો સળગાવીને પુરાવા નાશ કરવાના કારસાઓ ભાજપની સરકારના ઈશારે થતા હોવાનો સણસણતો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરીને ટેકાના ભાવની મગફળીની ખરીદ કરતી ભાજપ સમર્પિત સંસ્થા અંગે પણ યોગ્ય તપાસની માંગણી કરીને રાજ્યની સરકાર સામે બાંયો ચડાવી છે. વિપક્ષના નેતા અને ખેડૂતપુત્ર પરેશ ધાનાણીએ એક જ માસમાં ટેકાના ભાવની મગફળી ખરીદીને રાખવામાં આવેલ બે-બે ગોડાઉનમાં લાગેલી આગ ભ્રષ્ટાચારી ભાજપના ઈશારે જ લાગી હોવાની આશંકા વ્યક્ત કરી છે. ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપની સરકારે ચૂંટણી સમયે ભાજપ સમર્પિત સંસ્થાઓના નામે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નાટક રચ્યું હતું અને મગફળીની ખરીદીમાં વ્યાપક ભષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note