ગુજરાતમાં “કેગ” મુજબ ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ગતિશીલ છતાં લાજવાને બદલે ગાજતા ભાજપના સત્તાધીશો : 01-04-2016

  • ગુજરાતમાં “કેગ” મુજબ ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ગતિશીલ છતાં લાજવાને બદલે ગાજતા ભાજપના સત્તાધીશો.
  • સામાજિક સેવાઓ અને વિકાસકાર્યોમાં જ કરોડો રૂપિયાનો ગેરવહીવટ કરનાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા “કેગ” ના અહેવાલે ગતિશીલ સરકારની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં ભાજપ સરકાર તેમજ તેમનુ ગુજરાત મોડેલ લગભગ તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નિવડ્યુ હોવાના “કેગ” ના જુદા જુદા અહેવાલોએ પ્રજાની આંખ ખોલી નાંખી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નૈતિક્તાના ધોરણે પોતાની નિષ્ફળતા સ્વીકારી મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં “ભ્રષ્ટાચારનો ભયંકર વિકાસ” છતાં લાજવાને બદલે ભાજપના સત્તાધીશો ગાજી રહ્યાં છે જે દુ:ખદ છે.  ગુજરાત રાજ્યના પ્રાણ પ્રશ્નો તેમજ પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાંથી દૂર ભાગતી ભાજપ સરકારે ગુજરાત વિધાનસભામાં “કેગ” નો અહેવાલ છેલ્લા દિવસે રજૂ કર્યો એજ ભાજપ સરકારની નિષ્ફળતા દર્શાવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note