ગુજરાતમાં આવેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ-૨૦૦૫ થી : 15-10-2017

ગુજરાતમાં આવેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ-૨૦૦૫ થી કોમ્પ્યુટર વિષય દાખલ કરવામાં આવ્યો હોવા છતાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. પરિણામે ગુજરાતમાંથી મોંઘી ફી ભરીને બી.સી.એ., એમ.સી.એ., આઈ.ટી. થયેલ હજારો યુવાન-યુવતીઓ કોમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરીથી વંચિત રાખવા માટે ભાજપ સરકાર સીધી જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની ૫૫૨ ગ્રાન્ટેડ અને ૭૫ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર વિષય દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિષય ભણાવવા માટે કોઈ કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવી નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note