ગુજરાતમાં અનેક કિસ્સાઓમાં ૬-૬ વર્ષ સુધી ખેડૂતોને કોઈ વળતર આપવામાં આવ્યું નથી. : 13-01-2016

કેન્દ્રની મોદી સરકારે કિસાનો માટે કરેલ પાકવીમા યોજના અને તે અંગે રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર કરેલ વિવિધ જાહેરાતો અંગે આકરી પ્રતિક્રીયા આપતા કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખશ્રી અને ખેડૂત નેતાશ્રી કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ અને વિરજીભાઈ ઠુમ્મરે સયુંક્ત રીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર પાકવીમાના નામે જાહેરાતો કરતાં પહેલાં ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં ખેડૂતોને નુક્શાન થાય એવા લીધેલા પગલાં અંગે જવાબદારી સ્વીકારે. ભાજપની ખેડૂત વિરોધી નિતીઓને કારણે ગુજરાતમાં છેલ્લા ૧૪ વર્ષમાં ૧૦ હજાર કરતાં વધુ ખેડૂતો અને ખેતી આધારિત ખેતમજદૂરોએ આપઘાત કરવાની ફરજ પડી છે. ગુજરાતની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓને કારણે હજારો ખેડૂતોને તેમના પાકવીમા છેલ્લાં ૬ વર્ષથી નાણાં મળતા નથી. ભાજપ સરકારે ગુજરાતમાં પાકવીમો મેળવવા માટે જરૂરી પાણીપત્રક અને ૭-૧૨ માં પાકની વિગતો નોંધવામાં આવતી નથી અને ગુજરાતમાં અનેક કિસ્સાઓમાં ૬-૬ વર્ષ સુધી ખેડૂતોને કોઈ વળતર આપવામાં આવ્યું નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note