ગુજરાતની ૨૭ નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે..: 29-01-2015

ગુજરાતની ૨૭ નગરપાલિકાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીઓ માટે ઉમેદવારો પસંદ કરવા સહિત વિવિધ મુદ્દાઓ અંગે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને એક ખાસ મહત્વની બેઠક રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ઉપસ્થિત વિવિધ ઝોનના ઈન્ચાર્જ મહામંત્રીશ્રીઓ, શહેર- જિલ્લાના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી ફેબ્રુઆરીમાં ૨૭ નગરપાલિકાઓની ચૂંટણીઓમાં સર્વ સમાજને સાથે લઈને આપણે ચૂંટણી લડવાની છે. “નવસર્જન ગુજરાત” આપણાં સૌનું સ્વપ્ન છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે આપણે સૌએ ખંતથી કામ કરવું પડશે. પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાના પ્રમુખ તરીકેનું નામ જાહેર કરીને ચૂંટણીઓ લડવા અંગે વિચારણા કરવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note