ગુજરાતની હિંસા મોદીએ શરૂ કરેલા નફરતના રાજકારણનું પરિણામ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી બે દિવસીય જમ્મુ-કશ્મીરની મુલાકાતે છે. ગુરૂવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામામાં સભાનું સંબોધન કર્યુ હતું. તેમજ તે ત્યાંના ખેડૂતોને પણ મળ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ અંગે પીએમ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, “આ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી રોષની રાજનીતીનું પરિણામ છે.” સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આખા દેશના ખેડૂતોની મુશ્કેલીમાં છે, પણ જે સરકાર બની છે તે  બે-ત્રણ ઉદ્યોગપતિઓની સરકાર છે. તેમજ તેમણે કહ્યું કે હું પણ જમ્મુ-કશ્મીરનો છું, મારો પરિવાર અહીં રેહતો હતો.”
ઉલ્લેખનીય છે કે સાંજે ચાર વાગ્યે શ્રીનગરના શેર-એ-કશ્મીર ઓડિટોરિયમમાં યંગ અચિવર્સ સાથે મુલાકાત કરી હતી. તેમજ પૂર પીડિતો, શિલ્પકારોની સમસ્યાઓ સાંભળી હતી.

http://www.divyabhaskar.co.in/news/NAT-congress-vice-president-rahul-gandhi-in-jk-5096096-NOR.html