ગુજરાતની યુનિવર્સિટીમાં કુલપતિશ્રીઓની નિમણુંક અંગે યુજીસી દ્વારા ધારાધોરણ : 13-03-2022
- યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ, વિશેષ લાભ અને સુવિધા લઈ રહ્યાં છે અને બીજીબાજુ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિશ્રીઓને શિક્ષણના હિતમાં તાત્કાલીક અસરથી દુર કરવાની માંગ : ડૉ. મનિષ દોશી અને ડૉ. નિદત બારોટ
- યુજીસીના નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત, પ્રોફેસર તરીકેનો લઘુત્તમ દસ વર્ષનો અનુભવ ધરાવતા ન હોય તેમ છતાં ભાજપ સરકાર અને ખાસ કરીને આરએસએસ અને ભગીની સંસ્થાઓની કૃપાદ્રષ્ટિથી કુલપતિશ્રીનું પદ પ્રાપ્ત કરી રહ્યા છે
ગુજરાતની યુનિવર્સિટીમાં કુલપતિશ્રીઓની નિમણુંક અંગે યુજીસી દ્વારા ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. યુજીસીના ધારાધોરણ મુજબ પગાર મેળવનાર ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ યુજીસીના નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત, પ્રોફેસર તરીકેનો લઘુત્તમ દસ વર્ષનો અનુભવ ધરાવતા ન હોય તેમ છતાં ભાજપ સરકાર અને ખાસ કરીને આરએસએસ અને ભગીની સંસ્થાઓની કૃપાદ્રષ્ટિથી કુલપતિશ્રીનું પદ પ્રાપ્ત કરી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો