ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪% વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન

  • ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને.
  • મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો.
  • કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો કરવામાં આવ્યો.
  • ૫૫ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પેટ્રોલ ડીઝલના ભાવ-ભાજપ સરકારની દેશવાસીઓને ભેટ.

દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલ, ગેસ સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. ૫૫ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પેટ્રોલ ડીઝલના ભાવ-ભાજપ સરકારની દેશવાસીઓને ભેટ આપી છે, ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગને મોંઘવારીનો માર આપી છેતરપીંડી કરનાર ભાજપ સરકાર – મોદી સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને પહોંચી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note