ગુજરાતની ભાજપ સરકારની દમનકારી નીતિનો કડવો અનુભવ અને ગુજરાતના નાગરિકોને સૌ પ્રથમવાર ‘ઈન્ટરનેટ કર્ફ્યુ’ નો અહેસાસ : 01-09-2015

ગુજરાતની ભાજપ સરકારની દમનકારી નીતિનો કડવો અનુભવ અને ગુજરાતના નાગરિકોને સૌ પ્રથમવાર ‘ઈન્ટરનેટ કર્ફ્યુ’ નો અહેસાસ કરાવવામાં આવ્યો છે. પ્રજાહિત તો ક્યારેય જેમના એજન્ડામાં જ ન હતું. તેવા ભાજપના શાસનમાં નિર્દોષ પ્રજા ઉપર અંગ્રેજોના શાસનની યાદ અપાવે તેવો દમનકારી કોરડા વીંઝવામાં આવ્યા છે. એક સમયે ભાજપના જ સમર્થનકારી એવા પાટીદાર સમાજે તો તેમની સભા ઉપરના લાઠીચાર્જને જલિયાવાલા બાગની ઘટના સાથે સરખાવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં કલંકરૂપ અને અભૂતપૂર્વ ઘટનારૂપે ગુજરાતની વડી અદાલતે રાત્રે 8-30 કલાકે કાર્યવાહી હાથ ધરીને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા ગુજરાત સરકારને સખત શબ્દોમાં આદેશ કરવો પડ્યો છે. ભાજપના સત્તાધીશોના શાસન હેઠળની પોલીસે હેવાનિયતભર્યું વર્તન કરીને નિર્દોષ નાગરિકો જ નહીં પરંતુ માતા અને દીકરીઓ ઉપર પણ બેરહીમીથી દમન આચર્યું છે. નિર્દોષ પ્રજાજનોને ઘરમાંથી બહાર કાઢીને ઢોર માર મારવાની, ધાબા ઉપરથી નીચે ફેંકી દેવાની કે નાગરિકોના વાહનો કે સંપત્તિની તોડફોડ કરવાની પોલીસની આ જંગલીયતભરી વર્તણૂંક માત્ર ભાજપના શાસનમાં જ શક્ય છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસંહ ગોહિલે સયુંક્ત રીતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સત્તાધીશોના નજર હેઠળ ગુજરાતની નિર્દોષ પ્રજા અને મીડીયાકર્મીઓ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર અને દમનને સખત રીતે વખોડી કાઢે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note