ગુજરાતની ભાજપા સરકાર “મેઈડ ઈન ચાઈના” ના ૪૦,૦૦૦ જેટલા ટેબલેટ ૫૮ કરોડ રૂપિયાની માતબર રકમથી ખરીદી : 23-06-2020
ભારતની સરહદમાં ઘૂસણખોરી કરનાર અને ભારતના ૨૦ જવાનોને શહીદ કરનાર ચાઈના સામે સમગ્ર દેશ અને દેશવાસીઓ, વિવિધ સંગઠનો સબક શીખવાડો તેવા આક્રોશ સાથે ચાઈના ના ઉત્પાદનનો બહિષ્કાર કરી રહ્યા છે તેવો સમયે ગુજરાતની ભાજપા સરકાર “મેઈડ ઈન ચાઈના” ના ૪૦,૦૦૦ જેટલા ટેબલેટ ૫૮ કરોડ રૂપિયાની માતબર રકમથી ખરીદીને સરકારી અને કોર્પોરેશનની શાળાઓમાં વિતરણ કરી રહી છે. ભાજપા સરકારના “ચાઈના મોડલ” અને “ચાઈના પ્રેમ” પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સ્વદેશી ઉત્પાદન ખરીદવા માટે વાતો કરે છે અને આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાતની મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Instructions for Tablet Distribution and Tablet Tracking Software