ગુજરાતની આગામી ચૂંટણી બેલેટ પેપરથી ચૂંટણી થાય અને અને ઈ.વી.એમ. ની કરામત ન થાય તો ભાજપનો પરાજય નિશ્ચત : 17-07-2017
- બે મોઢાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીની વિશ્વસનીયતા કેટલી ?
- ગુજરાતની આગામી ચૂંટણી બેલેટ પેપરથી ચૂંટણી થાય અને અને ઈ.વી.એમ. ની કરામત ન થાય તો ભાજપનો પરાજય નિશ્ચત.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી દિપકભાઈ બાબરિયા જણાવે છે કે, ભારત, ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારો જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારને જનાદેશ મળેલ છે અને પોતાને રાષ્ટ્રવાદી ગણાવે છે, પરંતુ માત્ર અને માત્ર બે મોઢાની વાતો અને કાગળ ઉપર જ ઉગ્રતા બતાવતા હોય તેવું લાગે છે. ખરેખર જયારે નિર્ણય લેવાનો સમય આવે ત્યારે જાહેરમાં કેટલા નિવેદનો આપેલા હોય એ ભૂલી જઈ તેનાથી વિપરીત નિર્ણયો લીધા હોય તેવા દાખલા હાલમાં જોવા મળ્યા છે. જેમ કે, આઈ.પી.એલ. જે બીસીસીઆઈના નેજા હેઠળ ભારત સરકારના ખેલકૂદ વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે તેને ચીનની મોબાઈલ કંપની “વિવો”ને ૨૪૨૧ કરોડ રૂપિયાના સ્પોન્સરશીપના ટાઈટલ આપેલ છે. જે રાષ્ટ્રદાઝની વાતો કરતી સરકારની જાહેરનીતિની વિરુદ્ધની છે અને સરકારની પડતીની નિશાની દર્શાવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો