ગુજરાતના ૫૬માં સ્થાપના દિન
ગૌરવંતા ગુજરાતના ૫૬માં સ્થાપના દિન તેમજ આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ તા. ૧લી મે, ૨૦૧૫ શુક્રવારનાં રોજ ટાગોર હોલ, અમદાવાદ ખાતે બપોરે ૩-૩૦ કલાકે યોજયેલ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને ભાવુક સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. અને ક લોકોના પુરુષાર્થ, સહર્ષ, કોઠાસુઝ, દિર્ધદ્રષ્ટિને બિરદાવવાનો અને સરાહના કરવાનો છે. મહાગુજરાતનાં જે લડવૈયાઓ શ્રી ઇન્દુચાચા, પૂજ્ય રવિશંકર મહારાજ, સ્વ.પ્રબોધ રાવળ, સ્વ.હરિપ્રસાદ વ્યાસ, સ્વ.હરિહર ખંભોળજા, સ્વ.રણજીત શાસ્ત્રી સહિતના અનેક નામી-અનામી બલિદાનથી ગુજરાત રાજ્ય મળ્યું છે. તેમના પ્રત્યે હદયપૂર્વકનાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. લેખકો, સામિયકો, પત્રકારો કે જેમના લેખોએ મહાગુજરાતની ચળવળને વેગ આપ્યો તેમને યાદ કરવાનો પ્રસંગ છે. એવા લોકોની વકીલાત માટે આજનો દિવસે શપથ લેવાનો છે કે જેમના ખૂન-પશીનાની મહેનત અને પરિશ્રમથી ભારત નિર્માણમાં સૌથી વધુ યોગદાન આપનાર મજદુરોનો છે. તેમના હિત અને અધિકારો માટે આપણે સક્રિય ભૂમિકા ભજવવાની છે.
Shri Ahmed Patel Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Bharatsinh Solanki Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Shankersinh Vaghela Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Arjun Modhwadia Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Shaktisinh Gohil Addresses huge crowd at Tagore Memorial Hall
Dr. Tushar Chaudhary Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Siddharth Patel Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Sajjnkumar Verma Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Ashwini Sekhri Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Madhusudan Mistry Addresses huge crowd at Tagore Memorial Hall
Shri Chetan Raval Addresses huge crowd at Tagore Memorial Hall
Gujarat Foundation Day & International Labor Day
Pratigna Vanchan