ગુજરાતના ૨૨ વર્ષ અને દેશના ચાર વર્ષના ભ્રમ અને ભય ફેલાવતી અહંકારી ભાજપ-મોદી સરકારના ઉપવા : 12-04-2018

ગુજરાતના ૨૨ વર્ષ અને દેશના ચાર વર્ષના ભ્રમ અને ભય ફેલાવતી અહંકારી ભાજપ-મોદી સરકારના ઉપવાસ માત્રને માત્ર સરકારની નિષ્ફળતાથી ધ્યાન ભટકાવવા માટેના ફાઈવ સ્ટાર ઉપવાસ હોવાના આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત ૨૨ વર્ષથી ભાજપ સરકાર અને દેશમાં ૪ વર્ષથી ભાજપ સરકારના શાસનમાં ચૂંટણી સમયે આપેલા તમામ વચનો-વાયદા ઝુમલા સાબિત થયા છે. દેશમાં ‘અચ્છે દિન’ ના વાયદા સાથે સત્તા મેળવનાર મોદી સરકારે દેશના કરોડો નાગરિકોના જીવનમાં ઉથલ-પાથલ કરી નાંખી છે. મોંઘવારી આસમાને છે. ભારતીય ચલણ રૂપિયાનું સતત અવમૂલ્યન આજના ઉપવાસના દિવસે સૌથી ઉંચી સપાટીએ અવમૂલ્યન છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note