ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુક્શાનકર્તા નિર્ણય અંગે ભાજપ સરકાર પુનઃ વિચાર કરે. : 25 -05-2017
- આયુર્વેદ, હોમિયોપેથી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા માટે ‘નીટ’ ફરજીયાત કરવાના નિર્ણયથી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુક્શાન થશે.
- ‘નીટ’ પરિક્ષામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રોમાં પણ અનેક પ્રકારની વિસંગતતાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ભારે નુક્શાન.
- ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુક્શાનકર્તા નિર્ણય અંગે ભાજપ સરકાર પુનઃ વિચાર કરે. : ડૉ. મનિષ દોશી
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના મેડીકલ –ડેન્ટલ, ઈજનેરી, ફાર્મસી સહિતના પ્રવેશ પ્રક્રિયા અંગે ગુજરાતની ભાજપ સરકાર મનઘડત નિર્ણયો, દિશાવિહીન પ્રવેશ નિતી, દરવર્ષે પ્રવેશ સમયે નિતી નિયમોમાં સતત ફેરફાર ને કારણે ગુજરાતના ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આશરે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને બી-ગ્રુપના મેડીકલ-ડેન્ટલ સહીત અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો