ગુજરાતના સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસે ગૌરવવંતા ગુજરાતીઓને અભિનંદન : 30-04-2018
ગુજરાતના સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસે ગૌરવવંતા ગુજરાતીઓને અભિનંદન સાથે સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને વિશ્વને માર્ગદર્શક સિધ્ધાંતો આપનાર પૂ. મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની જન્મભૂમિ ગુજરાતે સમગ્ર વિશ્વમાં અને દેશમાં ગૌરવભેર સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેના માટે ગુજરાતની પ્રજાની મહેનત, કોઠાસૂઝ અને ઉદ્યોગ સાહસિક્તા નો સિંહ ફાળો છે. પૂ. ઈન્દુચાચા અને પૂ. રવિશંકર મહરાજે ગુજરાતના સ્થાપના સમયે ઉચ્ચારેલા વિધાન ““શાકક સાદગી સાથે ફરજ નિભાવે” તે યાદ કરવાનો સમય પાકી ગયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો