ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગ પરિવારોનું આરોગ્ય કથળ્યું : 25-06-2020
ભાજપ શાસનમાં ઉદ્યોગપતિ-ઉદ્યોગગૃહોનું આરોગ્ય સુધર્યુ છે પણ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગ પરિવારોનું આરોગ્ય કથળ્યું છે. ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ માત્ર ૦.૭૨ ટકા જ ખર્ચ કરે છે. જ્યારે વર્ષ ૨૦૦૦ પહેલા આરોગ્ય સેવા પાછળ ૪.૩ ટકા જેટલો ખર્ચ કરવામાં આવતો હતો. ભાજપ શાસનના ૨૦ વર્ષમાં રસીકરણ-ટીકાકરણ કાર્યક્રમમાં કવરેજ-ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીમાં વૈશ્વિક મૃત્યુદર ૫.૮ ટકા જ્યારે ગુજરાત મૃત્યુદર ૬.૨ ટકા આપણાં સૌના માટે ચિંતાનો વિષય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો